તાંદલજાના મકાનમાં દારૃ સંતાડી વેચતો આરોપી ઝડપાયો
દારૃની ૧૮૦ બોટલ કબજે કરતી પોલીસ
વડોદરા,તાંદલજાના મકાનમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેચતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
ગોત્રી ગાયત્રી સ્કૂલની સામે ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટમાં રહેતો જતીન લક્ષ્મીચંદ ચૌહાણ તાંદલજા મહારાજા ચોકડી પાસે પ્રથમ ઉપવનના મકાનમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. મકાનમાંથી પોલીસને વિદેશી દારૃની ૧૮૦ બોટલ કિંમત રૃપિયા ૨.૦૪ લાખની મળી આવી હતી. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. આરોપી ક્યાંથી અને કોની પાસેથી દારૃ લાવ્યો હતો ? કેટલા સમયથી ધંધો કરે છે ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.