રૂ.75 લાખના સોનાના દાગીના ચોરીના કેસમાં આરોપી 10 વર્ષે ઝડપાયો

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
રૂ.75 લાખના સોનાના દાગીના ચોરીના કેસમાં આરોપી 10 વર્ષે ઝડપાયો 1 - image


- રાજસ્થાનમાં વોચ ગોઠવીને રેલવે પોલીસે પદ્માંરામ નામનાં શખ્શને ઝડપી પાડ્યો

 વડોદરા, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

ટ્રેનમાં મુસાફરી કરતા અમદાવાદની આંગડિયા પેઢીના રૂપિયા 75 લાખ કિંમતના સોનાના દાગીનાની ચોરી કરનાર મૂળ રાજસ્થાનના શખ્સને દસ વર્ષ પછી રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો છે

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી કિશોરભાઈ પટેલ ઝવેરી બજારમાં સોનીની પેઢીમાં તૈયાર થયેલા સોનાના દાગીના લઈને વર્ષ 2013 માં કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં બેસી કાલુપુરા રેલવે સ્ટેશનથી મુંબઈ જતો હતો તે વખતે નડિયાદ રેલવે સ્ટેશન પાસે રેલવેનું કામ ચાલુ હોવાથી ટ્રેન ધીમી પડી ત્યારે અજાણ્યા શખ્શો દાગીના ભરેલો થેલો લઈને ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. આ જ વખતે કિશોરભાઈની પણ ચોરો ઉપર નજર પડતા તેઓ પણ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે ગ રનાળામાં પડ્યા હતા અને પથ્થરો વાગતા તેમનું મોત થયું હતું રૂપિયા 75 લાખના સોનાના દાગીનાની ચોરી અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ રેલવે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ધંધાકીય અદાવતમાં આ ચોરીને અંજામ અપાયો હોવાની વિગતો ખુલ્લી પડી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈમાં મૂળ પશ્ચિમ બંગાળનો લક્ષ્મીચંદ સોની નામનો કારીગર કામ કરવા આવ્યો હતો અને તેને પોતાની દુકાન ભાડે રાખી જાતે ધધોં શરૂ કર્યો હતો. જોકે સ્થાનિક વેપારીઓ લક્ષ્મીચંદને તેમાં ફાવવા દેતા ન હતા. જેથી સોનીઓને પાડવા માટે લક્ષ્મીચંદે પ્લાન બનાવ્યો હતો. મુંબઈ ઝવેરી બજારના સોનીઓનો કાચો માલ અમદાવાદ ઝવેરી બજારમાં મોકલે અને ત્યાંથી દાગીના તૈયાર થઈને મુંબઈ આંગડિયા પેઢી દ્વારા મોકલતા હતા આ તકનો લાભ લઈને લક્ષ્મીચંદે ત્રણ માણસોને રાખી સોનીના અન્ય વેપારીઓને પાડી દેવાનો

કારસો ઘડયો હતો જેમાં અગાઉ રેલ્વે પોલીસે બબલુ સહિત બે શખ્સોને પકડ્યા હતા જ્યારે પદ્મારામ ખીમા રામ પુરોહિત નામનો શખ્સ દુકાનમાંથી ભાગી ગયો હતો.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પદ્મારામ રાજસ્થાનના સાચોર જિલ્લામાં બાલી ખાતે તેના ઘેર રહે છે જે બાતમીના આધારે રેલવે પોલીસની એક ટીમે બાલી ખાતે વોચ ગોઠવીને પદ્મારામને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે રૂપિયા 75 લાખના સોનાના દાગીનાની ચોરીના કેસમાં અનિલ નામનો મુખ્ય આરોપી હજી પણ ફરાર છે. 



Google NewsGoogle News