ગોરવા વિસ્તારમાં બનેલા એક્સિડન્ટના બનાવનો આરોપી ચાર વર્ષે પકડાયો
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં બનેલા એક્સિડન્ટના બનાવનો આરોપી ચાર વર્ષ બાદ પોલીસના હાથે પકડાયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ગોરવા પોલીસમાં નોંધાયેલા ગુનાઓના વોન્ટેડ આરોપીઓને પકડવા માટે એક ટીમ બનાવી છે.બે દિવસ પહેલાં પોલીસે ૧૮ વર્ષ પહેલાંના ગુનાના એક આરોપીને રાજકોટથી પકડયો હતો.
ચાર વર્ષ પહેલાં એક્સિડન્ટના બનેલા બનાવનો આરોપી વોન્ટેડ હોવાથી પીઆઇ કિરિટ લાઠિયાએ તેને શોધવા માટે સૂચના આપી હતી.જે દરમિયાન ગેંડા સર્કલ પાસેથી પસાર થતા હરેન્દ્રસિંહ સૂર્યસિંહ રાઠોડ (માંગલ્ય એપાર્ટમેન્ટ,અલકાપુરી)ને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.