Get The App

રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના તરણવીરોને રાજકોટમાં આવાસ યોજનામાં ઉતારા

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના તરણવીરોને રાજકોટમાં આવાસ યોજનામાં ઉતારા 1 - image


દેશનાં જુદા જુદા રાજ્યોનાં સ્પર્ધકોનું આજથી રાજકોટમાં આગમન : અધિકારીઓ માટે હોટલોમાં 20 રૂમ બુક થયા : આગામી તા. 23થી તા. 30 નવે. સુધી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે સ્વિમિંગ અને ડાઈવિંગની સ્પર્ધા : સ્પર્ધકોની નિવાસ વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ સરકારી તંત્ર દ્વારા ગાદલાં, ગોદડાં, પલંગ અને પંખા ભાડે લેવાની કવાયતો : અંધારા ઉલેચવા સદગુરૂ ટાઉનશિપનાં બંધ 600 ફલેટમાં 1500 બલ્બ મુકવા પડશે

રાજકોટ, : રાજકોટનાં આંગણે સ્પોર્ટસ અથોરીટી ઓફ ગુજરાતના વડપણ હેઠળ આગામી તા.૨૩થી તા.૩૦ નવે. સુધી રાષ્ટ્રીય કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા અહીનાં સરદાર પટેલ સ્વીમીંગપુલ ખાતે યોજવામાં આવી છે. દેશભરમાંથી રાજયકક્ષાએ ચેમ્પિયન એવા ટોપ - થ્રી - વિજેતાઓ આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લેશે. પરંતુ આ તરણ વીરોનાં વાસ માટે શહેરમાં અન્ય કોઈ સારા સ્થળોએ રહેવાની ્યવસ્થા નહી થતાં 2500 જેટલા સ્પર્ધકોને ભગવતીપરા વિસ્તારમાં આવેલી સદગુરૂ ટાઉનશિપનાં ચાર વર્ષથી બંધ એવા 600 ફલેટમાં ગોઠવવામાં આવી છે. જે બંધ ફલેટમાં 1500 લેમ્પ ઉપરાંત પંખા ગોઠવા સહિતની વ્યવસ્થા કરવી પડશે. ઉપરાંત સાફ સફાી, પાણીના પમ્પ રીપેરીંગ અને ઈલેકટ્રીક લાઈન સહિતની વ્યવસ્થા ગોઠવવી પડશે. 

રાજકોટનાં આંગણે લાંબા સમય બાદ આયોજિત રાષ્ટ્રીયકક્ષાની તરણ સ્પર્ધા જુદા જુદા ત્રણ એઈજ ગ્રુપમાં યોજાશે. જેમાં 14 વર્ષ 17 અને 19 વર્ષની વય ધરાવતા સ્પર્ધકો સ્વીમીંગ અને ડાઈવીંગની સ્પર્ધામાં ભાગ લેશે. આવતીકાલ તા.22થી જુદા જુદા રાજયોનાં સ્પર્ધકોનું રાજકોટમાં આગમન શરૂ થશે. તા. 23નાં રાયોટીંગ બાદ તા.24 નવે.નાં સ્પર્ધાનો શુભારંભ થશે. દેશભરમાંથી તરણ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર ૩ હજાર સ્પર્ધકો પ ૈકી ૫૦૦ મહિલા સ્પર્ધકોનાં વાસની વ્યવસ્થા અહીના રૂડા બિલ્ડીંગની સામે આવેલી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની હોસ્ટેલમાં ગોઠવવામાં આવી છે. જયારે ભાઈઓની આવાસ વ્યવસ્થા મ્યુ. કોર્પો.નાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સદગુરૂ ટાઉનશીપમાં ગોઠવવી પડી છે.

રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનાં ચેમ્પિયન ખેલાડીઓ માટેની ભોજન વ્યવસ્થા સ્વીમીંગ પુલ ખાતે રહેશે. તેમ જણાવી આયોજકોએ ખેલડીઓને આવાસ યોજનાનાં કવાર્ટસ ફાળવવાનાં સંદર્ભમાં જણાવ્યું હતુ.કે અધિકારીઓ માટે જુદી જુદી હોટલમાં અંદાજે 20  રૂમ બુક કરવામાં આવ્યા છે. પરંતુ સ્પર્ધકો માટે આ દિવસોમાં કયાંય જગ્યા મળે તેમ થી. તેથી મ્યુકોર્પોરેશનને કહીને ભગવતીપરા વિસ્તારમાં આવેલી ટાઉનશિપનાં કવાર્ટર્સ માંગ્યા છે. જયાંથી સ્પર્ધકોને સ્વીમીંગ પુલ ઉપર લાવવા લઈ જવા માટે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. બસનાં ભાડા પેટે રૂા. 63  લાખ ચુકવવા પડશે. કેટલીક કાર પણ ભાડે કરવાની છે. આવાસ યોજનાના કવાર્ટરમાં પંખા નથી તેતી ભાડનાં પંખા, ગાદલા - ગોદડા, ડોલ, સહિતની ચીજવસ્તુ ગોઠવવી પડશે. 1500 લેમ્પ ફીટ કરવાનાં છે. લાંબા સમયથી ફલેટ ખાલી હોવાથી તેની સાફ સફાઈ જરૂરી છે. ત્યારબાદ ઉતારાની વ્યવસ્થા ગોઠવાશે.


Google NewsGoogle News