રણુજાના મેળામાંથી પરત ફરતા પરિવારને અકસ્માતઃ પત્નીનું મોત, પતિ - પુત્ર ઘાયલ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
રણુજાના મેળામાંથી પરત ફરતા પરિવારને અકસ્માતઃ પત્નીનું મોત, પતિ - પુત્ર ઘાયલ 1 - image


નિકાવા પાસે હાઇ-વે પર કારે ઠોકરે ચડાવ્યા બાઇકમાં પંક્ચર પડી જતાં પતિ, પત્ની તથા પુત્ર ચાલીને જતા હતા ત્યારે કાર ચાલકે હડફેટે લીધા

જામનગર, : કાલાવડ ના રણુજાના મેળામાંથી પરત ફરી રહેલા એક ભરવાડ પરિવારને નિકાવા નજીક અકસ્માત નડયો હતો. એક કારના ચાલકે દંપત્તિ અને તેના 13 વર્ષના પુત્રને ઠોકરે ચડાવતાં પત્નીનું ગંભીર ઇજા થવાથી પતિ અને પુત્રની નજર સમક્ષ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પતિ અને પુત્ર ઇજાગ્રસ્ત બન્યા છે. જામનગર જિલ્લાના નીકાવામાં રહેતા શામજીભાઈ ઓઘડભાઈ બાંભવા ગઈકાલે રાત્રે કાલાવડ નજીક રણુજામાં ભરાયેલા મેળામાં પોતાની પત્ની ભાનુબેન તથા 13 વર્ષના પુત્ર દક્ષને લઈને ગયા હતા, અને બાઈક પર બેસીને ગતરાત્રે 12.45 વાગ્યે પરત ફરી રહ્યા હતા.

જે દરમિયાન રસ્તામાં બાઈકમાં પંચર પડી જતાં ત્રણેય બાઇકની સાથે પગપાળા ચાલીને ઘર તરફ આવી જઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી સ્વીફ્ટ કારના ચાલકે ત્રણેયને ઠોકરે ચડાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ભાનુબેન ને ગંભીર ઈજા થઈ હોવાથી મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પતિ શામજીભાઈ તથા પુત્રને ઇજા થઈ હોવાથી કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ અકસ્માતના બનાવ અંગે શામજીભાઈ બાંભવાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં કાલાવડ પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News