Get The App

એક જ પરિવારના ત્રણ લોકોના મોત: જામનગર-રાજકોટ હાઈવે ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
Jamnagar


Accident On Jamnagar-Rajkot Highway : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આજે રવિવારે સવારે 8.30 વાગ્યાના અરસામાં ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે બોલેરો અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો એક્ટિવા પર ચડી જતાં એક જ પરિવારના ત્રણ  વ્યક્તિના મોત નીપજ્યાં હતા. જેમાં ભેંસદડ ગામના એક દંપતી અને તેમની ચાર વર્ષની બાળકીનું મોત થતાં પરિવારમાં ભારે અરેરાટી પ્રસરી. જ્યારે ગમખ્વાર અકસ્માતની ઘટનાને અંજામ આપીને બોલેરો ચાલક કાર છોડીને નાસી ગયો હતો. 

એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત

મળતી માહિતી પ્રમાણે, મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના દંપતીને એક્ટિવા પર વાપીથી પોતાના વતન જતા સમયે જાયવા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉં.વ. 37), ઈનાબહેન ચોટલીયા (ઉં.વ. 36) અને નિષ્ઠા (ઉં.વ. 4)ને ગંભીર ઈજા પહોંચી હતી. 

આ પણ વાંચો : VIDEO: રાજ્યમાં બેફામ ડમ્પરોનો આતંક: મોરબીમાં એક બાળકનું મોત, સુરતમાં વિદ્યાર્થી ગંભીર

અકસ્માતની ઘટનામાં જામનગર-રાજકોટ હાઈવે ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો, ત્યારે ઘટના સ્થળે હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ પછી ત્રણેયને સારવાર અર્થે ધ્રોલ સરકાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે રસ્તામાં જ દંપતીએ દમ તોડ્યો હતો, જ્યારે તેમની ચાર વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો : રઝળતા પશુ સાથે બાઈક અથડાતા બાઈકચાલક મજૂરનું મોત, ચેલા ગામ પાસેની ઘટના

અકસ્માતની ઘટના અંગે જાણ કરતાં મૃતકોના પરિવારના સભ્યો ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે સમગ્ર બનાવને પગલે ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ સહિતની ટીમ ઘટના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી. 


Google NewsGoogle News