સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં નડ્યો અકસ્માત, બેના મોત, સાત ઇજાગ્રસ્ત
Road Accident in Vadodara: રાજ્યમાં બે અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં વડોદરામાં આવેલી ગોલ્ડન ચોકડી પાસે મોડી રાત્રે સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આઠ લોકોને ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો: સુરત નજીક ટ્રકનો કહેર, 4 લોકોને અડફેટે લેતા એકનું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં બસની કેબિનમાં બેઠેલા ચંદુભાઈ કુંભાણી (અમદાવાદ) અને પાર્થ બાવળિયા (અમરેલી)નું મોત નીપજ્યું હતું. જ્યારે આઠ લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બસ ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોઇ શકે છે.
ઈજાગ્રસ્તોની યાદી
કમલેશભાઈ પ્રજાપતિ (અમદાવાદ)
કમલચંદ્ર વિશ્વકર્મા ( અમદાવાદ)
જીગ્નેશભાઈ પટેલ ( અમદાવાદ)
ચંદુભાઈ કુંભાણી ( અમદાવાદ)
વિશ્વાબેન રામાણી (સુરત)
પ્રિત ભાયાણી (સુરત)
મીત કાછડિયા (સુરત)
પ્રિયંકાબેનખૂંટ (રાજકોટ)