કચ્છમાં બાઈક, ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત
Bhuj Accident News: ભુજના પાલારા નજીક ખાવડા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક, ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં સુમરા પરિવારના પતિ, પત્ની અને બાળકના કરૂણ મોત થયા છે. ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ, ભુજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.