Get The App

રાજુલામાં રોન્ગ સાઈડથી આવેલી કારે સર્જ્યો અકસ્માત, ચાર લોકો ઈજાગ્રસ્ત

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
રાજુલામાં રોન્ગ સાઈડથી આવેલી કારે સર્જ્યો અકસ્માત, ચાર લોકો ઈજાગ્રસ્ત 1 - image


Accident Incident in Rajula : અમરેલીના રાજુલાના હિંડોરણા ગામ નજીક બ્રિજ પર આજે સોમવારે ટાટા વિગર અને રોન્ગ સાઈડથી આવી રહેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી.

રાજુલાના હિંડોરણા ગામ નજીક અકસ્માત

મળતી માહિતી મુજબ, રાજુલાના હિંડોરણા ગામ નજીક બ્રિજ પર ટાટા વિગર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં નાગપુર ગામના આઠ જેટલા મુસાફરો ટાટા વિગરમાં સોમનાથથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હિંડોરણા ગામ નજીકના બ્રિજ પર કાર સાથે અકસ્માત સર્જાયો હતો, આ કાર રોંગ સાઈડમાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું.

રાજુલામાં રોન્ગ સાઈડથી આવેલી કારે સર્જ્યો અકસ્માત, ચાર લોકો ઈજાગ્રસ્ત 2 - image

આ પણ વાંચો: જીતુ વાઘાણીએ અડધા બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, પાંચ વર્ષ બાદ શરૂ થયો 'વન-વે' ફ્લાયઓવર

રાજુલામાં રોન્ગ સાઈડથી આવેલી કારે સર્જ્યો અકસ્માત, ચાર લોકો ઈજાગ્રસ્ત 3 - image

ટાટા વિગર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. 


Google NewsGoogle News