Get The App

પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા

Updated: Mar 14th, 2025


Google News
Google News
પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા 1 - image


Accident Incident In Baroda : રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વડોદરામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે મોત 

સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતા, ત્યારે વડોદરાના પોર નજીક તેમની કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી જતાં ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર આઠ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કારમાંથી મૃતકોને નીકાળવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. જેમાં ફાયર કટર વડે કારનો અમુક ભાગ કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા 2 - image

આ પણ વાંચો: 'ડ્રગ્સ લઈને મસ્તી કરવા નીકળ્યા હતા રક્ષિત અને તેનો મિત્ર...', વડોદરા અકસ્માત કેસમાં મોટો ઘટસ્ફોટ

પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા 3 - image

મૃતકોની યાદી

1. હિતેશ પટેલ (ઉં.વ. 49)

2. વિનય પટેલ (ઉં.વ. 24)

3. દિપીકાબહેન પટેલ (ઉં.વ. 28)

ઈજાગ્રસ્તની યાદી

1. જગદીશભાઈ પટેલ (ઉં.વ. 47)

2. નીરજબહેન જગદીશભાઈ પટેલ 

3. વિનય જગદીશભાઈ પટેલ (ઉં.વ. 32)

4. ચિરાગ પટેલ (ઉં.વ. 24)

5. ધ્રુવ પટેલ (ઉં.વ. 26)


Tags :
SuratBarodaAccident

Google News
Google News