સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પાર્કિંગમાંથી કાર આગળ લેતા બે બાળકો કચડાયા

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
 representative image


Accident In Surat: સુરતથી ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પરબત પાટિયા વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના પટાંગણમાં બે માસૂમ બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કારને બહાર કાઢી આગળ ચલાવવા જતો હતો. ત્યાં જ બન્ને બાળકો કારના બોનેટ નીચે આવી ગયાં હતાં. જો કે, સદનસીબે આ બાળકનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો: દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર કેનોપી ધરાશાયી, ભારે વરસાદના કારણે સર્જાઇ દુર્ઘટના

પરબત પાટિયા વિસ્તારમાં રોયલ રેસીડેન્સીમાં બે બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે સોસાયટીના પટાંગણમાં રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી. બુમાબુમ થતા કાર ચાલક બહાર નીકળ્યો હતો. બંને બાળકોને બહાર કાઢ્યા હતા. જો કે, સદનસીબે બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં.

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પાર્કિંગમાંથી કાર આગળ લેતા બે બાળકો કચડાયા 2 - image


Google NewsGoogle News