Get The App

વડોદરામાં બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવાનોના મોતથી પરિવારમાં આક્રંદ

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
વડોદરામાં બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવાનોના મોતથી પરિવારમાં આક્રંદ 1 - image
Representative image

Road Accident In Vadodara: રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના સાગાડોલ ગામ નજીક શુક્રવારે (11મી ઓક્ટોબર) મોડી રાત્રીના બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ છે.

મળતી માહિતી અનુસાર, સાગાડોલ ગામ નજીક સર્જાયેલા બાઈક અકસ્માતમાં વડોદરાના વેડપૂર ગામના નિલેશ ચૌહાણ અને સાગાડોલ ગામના રાજેન્દ્ર મકવાણાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય એક યુવક ઈર્જાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જાતા આસપાસથી લોક ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતકોના પરિવારજનો ને અકસ્માત અંગે જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વડોદરામાં બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવાનોના મોતથી પરિવારમાં આક્રંદ 2 - image



Google NewsGoogle News