mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

લીંબડી-અમદાવાદ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત

Updated: Jun 28th, 2024

લીંબડી-અમદાવાદ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત 1 - image


Road Accident In Surendranagar: લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી. જેમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનરનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: તીર્થયાત્રીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલરની ટ્રક સાથે ટક્કર, કર્ણાટકમાં 13 લોકોનાં કમકમાટીભર્યા મોત


મળતી માહીત અનુસાર, લીંબડી-અમદાવાદ હાઈવે પર ભલગામડા સર્કલ નજીત ડમ્પર ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. ત્યારબાદ ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

લીંબડી-અમદાવાદ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત 2 - image

Gujarat