ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Accident In Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
મળતી માહીત અનુસાર, ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માત બાદનો આ નજારો જોઈને લોકો હચમચી ગયા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.