Get The App

હાઇવે દરજીપુરા બ્રિજ પાસે પોલીસની વાન સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

કન્ટેનરે આગળ જતી જીપને ટક્કર મારતા જીપ આગળ જતી પોલીસ વાનમાં અથડાઇ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
હાઇવે દરજીપુરા બ્રિજ પાસે પોલીસની વાન સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત 1 - image

વડોદરા,હાઇવે પર દરજીપુરા બ્રિજ પાસે પોલીસની વાન સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની પાછળ જવાબદાર કન્ટેનરના ડ્રાઇવર સામે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ટ્રાફિક પોલીસના એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ગત તા.૧૫ મી ની રાતે આઠ વાગ્યે નોકરી પર ગયા હતા. તેઓની નોકરી બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધી ઇન્ટરસેપ્ટર વાનમાં હતી. તેઓ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા. તે સમયે મળસ્કે પાંચ  વાગ્યે તેઓની વાન દરજીપુરા બ્રિજ ચઢતી હતી. તે દરમિયાન  પાછળથી એક બોલેરો પીકઅપ વાને ટક્કર મારી હતી.જેથી, વાન ડિવાઇડર સાથે અથડાઇ હતી. નરેન્દ્રસિંહે નીચે ઉતરીને જોયું તો બોલેરો જીપને પાછળથી કન્ટેનરે ટક્કર મારી હતી. જેના પગલે બોલેરો જીપ પલટી મારી ગઇ હતી. પોલીસે કન્ટેનરના ડ્રાઇવર અબ્દુલ રુદ્દીન ખાન (રહે. ગામ કરહેરી તા. ઝિરકા, જિ.નૂહ, હરિયાણા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News