જામનગરમાં સ્કૂલવાન અને બાઈક વચ્ચે અકસ્માત : બન્ને વાહન ચાલકો વચ્ચે મારામારી
Jamnagar Accident : જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગઈકાલે સાંજે એક સ્કૂલ વેન તથા એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને થોડો સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
જે અકસ્માત બાદ સ્કૂલવેનના ચાલક અને બાઇક ચાલક વચ્ચે જીભાજોડી થયા બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઉપરાંત ટ્રાફિક જામ થયો હતો.
આ સમયે ત્યાંથી પોલીસની એક વેન પસાર થતી હોવાથી પોલીસ ટુકડી માર્ગ પર આવી પહોંચી હતી, અને આખરે મામલો થાળે પાડ્યો હતો. જો કે આ બનાવ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી.