Get The App

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, કારનું ટાયર ફાટતાં ઉછળીને ટ્રક સાથે અથડાઇ, 3નાં મોત

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, કારનું ટાયર ફાટતાં ઉછળીને ટ્રક સાથે અથડાઇ, 3નાં મોત 1 - image


Ahmedabad Vadodara Express Highway : ગુજરાતમાં આજે બીજા એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. પહેલા બગોદરા-વટામણ હાઇવે પર અકસ્માત બાદ હવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક આ ગમખ્વાર ઘટના બની છે. માહિતી અનુસાર નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટી જતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઇ ગઈ હતી. જેમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. 

કારમાં કુલ પાંચ લોકો સવાર હતા 

કારમાં કુલ પાંચ લોકો સવાર હોવાની જાણકારી મળી હતી. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે અન્ય ઘાયલોની હાલત ગંભીર હોવાની જાણકારી છે. ઘટના વિશે જાણકારી મળતાં જ નડિયાદ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એક્સપ્રેસ વેની સહાય ટીમ પણ પહોંચી હતી. 

અકસ્માતને પગલે થયો ટ્રાફિક જામ 

ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ વે પર મોટાભાગના વાહનો પૂરપાટ ઝડપે જ દોડતા હોય છે. જોકે આ અકસ્માતને પગલે આ હાઇવે અચાનક થંભી ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ત્યારે એક્સપ્રેસ વે હાઈવેની પેટ્રોલિંગ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા ઉકેલી હતી. હાલમાં મૃતકોના મૃતદેહને નડિયાદની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હોવાની જાણકારી મળી રહી છે.


Google NewsGoogle News