Get The App

બનાસકાંઠામાં બસ-ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ મોત, વાહનો ત્રણ ક્રેનથી છૂટા પડાયા

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News

બનાસકાંઠામાં બસ-ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ મોત, વાહનો ત્રણ ક્રેનથી છૂટા પડાયા 1 - image

Bus Tanker Accident Banaskantha : રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના સુઇગામ નજીક બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઇ છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. રાજસ્થાનથી રાજકોટ તરફથી જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ નજીક અક્સ્માત નડ્યો હતો.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અને ટેન્કરને અલગ કરવા માટે 3 ક્રેનની મદદ લેવી પડી હતી. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના સુઇગામ નજીક મોડી રાત્રે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં રોંગ સાઇડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બસ કચ્ચરઘાણ વળી ગયો હતો. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ અકસ્માતમાં 26 લોકોને ઇજા પહોંચી છે, જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે. 

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં બે વાહનો વચ્ચે એટલી ભયંકર ટક્કર સર્જાઇ હતી કે બંને વાહનોને છૂટા પાડવા માટે  3 ક્રેનની મદદ લેવી પડી હતી. અકસ્માતના પગલે હાઇવે પર ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી અને માતમનો માહોલ સજાયો હતો. 

અકસ્માતના બનાવની જાણ થતાં વાવ-થરાદ અને ભાભર-સુઇગામની પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. પોલીસ મૃતકોની ઓળખવિધિની કાર્યવાહી કરી રહી છે. 


Google NewsGoogle News