Get The App

પાટણમાં વધુ એક મોટી ઘટના, ST બસ સાથે ધડાકાભેર અથડાઈ બાઈક, મહિલા સહિત 3ના મોત

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ST Bus-Bike Accident on Sami-Radhanpur Highway


ST Bus-Bike Accident on Sami-Radhanpur Highway : પાટણના સમી-રાધનપુર હાઈવે પર બાઈક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં એસટી બસ સાથે ટક્કર વાગતા બાઈક સળગી ઉઠ્યુંં હતું. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર એક મહિલા સહિત ત્રણના મોત થયા છે.

આ પણ વાંચો : કાલુપુરની કાયાપલટને લઈને ત્રણ વર્ષ બંધ રહેશે આ રસ્તા, વાહન ચાલકો અને બસ મુસાફરો જાણી લો નવો રુટ

એસટી બસ અને બાઈક અકસ્માતમાં ત્રણના મોત

મળતી માહિતી પ્રમાણે, પાટણના સમી-રાધનપુર હાઈવે પરથી પસાર થઈ રહેલી દિયોદરથી વડોદરા જતી એસટી બસનો ત્રિપલ સવારી બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. સમીથી કડિયાકામ પતાવીને રાધનપુર જઈ રહેલા બાઈક પર સવાર બે યુવક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટના સ્થળે પોલીસ દોડી આવી

એસટી બસ સાથે બાઈકની ટક્કર વાગતા બાઈક પર સવાર મંજુલાબહેન, પ્રવિણભાઈ દેવીપૂજક અને મુકેશભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના બાદ થોડી જ વારમાં બાઈક સળગી ઉઠ્યું હતું. સમી-રાધનપુર હાઈવે આ ગમખ્વાર અકસ્માત બાદ સમી પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવીને ત્રણેય મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : પાટણની સરસ્વતી નદીમાં એક જ પરિવારના સાત ડૂબ્યા, ત્રણનો બચાવ; ગણેશ વિસર્જન વખતે સર્જાયેલી દુર્ઘટના

પ્રજાપતિ પરિવારના સાત સભ્યો પાણીમાં ગરકાવ

મળતા અહેવાલો મુજબ, પાટણ શહેરના વેરાઈ ચલકા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સાત સભ્યો આજે ગણેશ વિસર્જન કરવા માટે સરસ્વતી નદીએ ગયા હતા, જ્યાં આખો પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તરવૈયાઓએ ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે અને હાલ અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

પાટણમાં વધુ એક મોટી ઘટના, ST બસ સાથે ધડાકાભેર અથડાઈ બાઈક, મહિલા સહિત 3ના મોત 2 - image


Google NewsGoogle News