ગોધરા એસીબીના પોલીસકર્મીનો પાનમ ડેમ પાસેથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ
ACB Policeman Commits Suicide In Panchmahal : ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસકર્મીની હત્યા કે આત્મહત્યા કરી છે તેનું રહસ્ય અકબંધ છે, ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા એસીબીની હત્યા કે આત્મહત્યા?
બોરીયા ગામના વતની અને એસીબીમાં ફરજ બજાવતા 47 વર્ષીય આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કિશન ભુરીયાનો મૃતદેહ પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસના કમ્પાઉન્ડમાંથી મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસ પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારનું મોટું ફરમાન, ટોચના અધિકારીઓએ ચિંતન શિબિરમાં ફરજિયાત હાજર રહેવું પડશે
પોલીસની પ્રાથમિક માહિતી પ્રમાણે, પોલીસકર્મીએ પાવર હાઉસ પાસેથી કૂદીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસકર્મીના મોતને લઈને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લા એસીબી શાખામાં હેઠળ ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કિશનભાઈ રણછોડભાઈ ભુરીયા રવિવારના રોજ તેમના મોટા ભાઈના ઘરેથી વહેલી સવારના 6 વાગ્યાના અરશામાં ગોધરા નોકરીએ જવાનું કહી નીકળ્યા હતા, ત્યારબાદ કોઠા ગામ પાસે પાનમ ડેમ નજીક આવેલા જી.ઈ.બી. પાવર હાઉસના કમ્પાઉન્ડમાં કિશનભાઈ ભુરિયા પડી ગાય હોવાનું જાણવા મળતાં, કિશનભાઈના મોટાભાઈ કનુભાઈ ભુરિયાને સગાસંબંધીઓ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાવર હાઉસના કમ્પાઉન્ડમાં કિશન ભુરીયા દીવાલની જોડે મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જેમના માથામાં વાગવાથી લોહી નીકળતું હતું અને બંને પગ વળી ગયા હતા.
આ પણ વાંચો : ભાવનગર જિલ્લામાં બે લોકોની હત્યા, અલગ અલગ બનાવમાં એક આધેડ અને એક યુવકની હત્યા
ઘટના અંગે ત્યાં હાજર વોચમેનને પૂછતાં જણાવ્યું હતું કે, કોઈના પડવાનો અવાજ આવતા અહીં આવીને જોતા કિશનભાઈ પડેલા હતા, જેથી અન્ય લોકો દોડી આવીને કિશનભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.