રાજુલામાં ACBની સફળ ટ્રેપ: કમિશન પેટે બે લાખની લાંચ લેતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત બે ઝડપાયા
ACB Nabbed RFO In Rajula : અમરેલી જિલ્લાના રાજુલામાં ACBની ટીમ દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને બે લાખની લાંચ લેતા ફોરેસ્ટ વિભાગના RFO સહિત બે શખસોને ઝડપી પાડવામાં આવ્યાં છે. કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન પેટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને કોમ્પ્યુટર ઓપરેટરે 10 લાખ રૂપિયાની માગ કરી હતી.
ACBનું ટ્રેપ, બે લાખ રૂપિયાની લાંચ લેતા આરોપીને ઝડપી પાડ્યાં
અમરેલીના રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ સહિત બે શખસો બે લાખની લાંચ લેતા ઝડપાયા. કોન્ટ્રાક્ટર પાસેથી ડિપોઝિટની રકમ છૂટી કરવા અને કોન્ટ્રાક્ટના કામના કમિશન પેટે 10 લાખ રૂપિયા લાંચ માગી હતી. જેથી કોન્ટ્રાક્ટરે સમગ્ર મામલે ACBને જાણ કરીને ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો : સફાઇ કામદારોના બોનસમાં તોડ કરતા મુખ્ય સફાઇ કામદારને ઝડપી લેવાયો
ત્યારબાદ ACB દ્વારા ટ્રેપ ગોઠવીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ અને કરાર આઘારીત કોમ્પ્યુટર ઓપરેટર વીસ્મય દિનેશભાઈ રાજ્યગુરુને બે લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યાં.
આ પણ વાંચો : પ્રવાસીઓને ઝટકો! દિવાળી પહેલા ગિરનાર રોપ-વેમાં એક ઝાટકે 99 રૂપિયાનો વધારો ઝીંકાયો
પોલીસ ફરિયાદ પ્રમાણે, આરોપી રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહે કોન્ટ્રાક્ટર પાસેથી અગાઉ 90 હજાર રૂપિયા લીધા હતા.