અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી એસી વોલ્વો બસ સેવા શરૂ, જાણો સમય, રૂટ અને ભાડું
એસટી નિગમની વેબસાઈટ પરથી ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુક કરી શકશે
Ahmedabad Airport To Rajkot Volvo Bus: સૌરાષ્ટ્રમાંથી દેશ વિદેશની મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે તેમની સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે આજથી અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ શરૂ કરી છે.
અમદાવાદ એરપોર્ટથી વોલ્વો સવારે 6 વાગ્યે રાજકોટ રવાના થશે
અમદાવાદ એરપોર્ટથી એસી વોલ્વો સીટર બસ સવારે 6 વાગ્યે રાજકોટ જવા રવાના થશે. આ બસ રાજકોટ બસ સ્ટેન્ડથી સાંજે 5:00 વાગ્યે ઉપડશે અને રાતે 10:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટ ઉપર કેબીન તૈયાર કરવામાં આવી છે. ત્યાં વોલ્વો બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી બસનુ પીકઅપ ડ્રોપ થશે.
અમદાવાદથી એરપોર્ટથી વાયા નરોડા રોડ, ગીતા મંદિર, નેહરુનગર, લીમડી, ચોટીલા હાઈવેથી જશે. જોકે, અમદાવાદ એરપોર્ટથી રાજકોટનું રૂ. 553 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે. મુસાફરો એસટી નિગમની વેબસાઈટ પરથી ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુક કરી શકશે. નોંધનીય છે કે, એસટી નિગમની બસ સેવા શરૂ થવાના કારણે સૌરાષ્ટ્ર તરફથી આવતા અને જતા મુસાફરોને સારી સુવિધા મળી રહેશે.