Get The App

થોરીયાળીનાં યુવાનની હત્યા મામલે ફરાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Updated: Jan 3rd, 2025


Google News
Google News
થોરીયાળીનાં યુવાનની હત્યા મામલે ફરાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો 1 - image


કલેક્ટરની ખાતરીના બીજા જ દિવસે પોલીસને સફળતા

વિંછીયા પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમે પણ જોડાઇ ચોટીલા પંથકમાં છૂપાયેલા સૂત્રધારનું પગેરું શોધી કાઢ્યુંહજુ બે ફરાર

જસદણ : વિંછીયાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યાના ચકચારી પ્રકરણમાં અંતે આજે મુખ્ય આરોપીને રૃરલ પોલીસે ચોટીલા પંથકમાંથી દબોચી લીધો હતો. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઇ રાજપરાએ લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી. તેનો ખાર રાખી પાંચ દિવસ પહેલા હત્યા કરી નંખાઇ હતી. જે બનાવ બાદ વિંછીયા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને બીજી માંગણીઓ સબબ કોળી સમાજના લોકો ધરણા પર બેસી ગયા હતાં. જો કે ગઈકાલે દિવસ દરમિયાન કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી, આરોપીએ સરકારી જગ્યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માંગણી કરી હતી. દિવસ દરમિયાન સમજાવટ ચાલી હતી પરંતુ સાંજે કલેક્ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની વ્યાજબી માંગણી પૂરી થશે તેવી ખાતરી આપતા ગઈકાલે સાંજે આ બનાવનો સુખદ અંત આવ્યો હતો અને છેલ્લા ૨ દિવસથી હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામભાઈ રોજાસરાના મૃતદેહને પરિવારજનોએ સ્વીકારી થોરીયાળી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અગ્નિ સંસ્કાર કર્યા હતા.

આ દરમિયાન હત્યાના મુખ્ય આરોપી શેખા ગભરૃભાઇ સાંબડને ઝડપી લેવા રૃરલ એલસીબી, રૃરલ એસઓજી તથા વિંછીયા પોલીસની અલગ-અલગ ટીમો બનાવાઇ હતી. જેમાં હત્યાનો મુખ્ય આરોપી શેખા સાંબડ ચોટીલા પંથકમાં હોવાની બાતમી મળતા તેને દબોચલી લેવાયો હતો. આ બનાવ અંગે વિંછીયાના પીએસઆઇ ઇન્દ્રજીતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, હત્યાના આ બનાવમાં અગાઉ ૪ આરોપીની ધરપકડ કરાઇ હતી. હાલ મુખ્ય આરોપીની ધરપકડ કરી રીમાન્ડની કાર્યવાહી કરાઇ છે. જયારે આ બનાવમાં હજુ ૨ આરોપીઓ નાસતા ફરતા હોય તેની શોધખોળ હાથ ધરાઇ છે.

Tags :
rajkotThe-main-suspect-was-arrested

Google News
Google News