રૃા.૨૩ કરોડનાં કૌભાંડનો ફરાર આરોપી નેપાળ બોર્ડરેથી ઝડપાયો
જામનગરના ક્રેડિટ બૂલ્સ ઇન્વેસ્ટમેન્ટનાં
આરોપી એચ.આર. હેડ નાસીને પ્રથમ દુબઇ, ત્યાંથી થાઈલેન્ડ અને ત્યાંથી નેપાળ ગયા બાદ ભારતમાં પ્રવેશતાં જ દબોચી લેવાયો
જામનગરનાં સિટી-બી ડિવિઝન પોલીસ મથકમા નોંધાયેલ ગુનામા
નાસ્તા ફરતા આરોપી ધવલ દીનેશભાઈ સોલાણી અને યશ દીનેશભાઈ
સોલાણી ની શોધ-ખોળ કરતાં બન્ને આરોપીઓ વિદેશ નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું .
આ કેસમા અગાઉ મુખ્ય આરોપીઓ પકડાઇ ગયો હતો,
અને હાલ તે જેલહવાલે છે.
આ સમય દરમ્યાન
હાલના આરોપી યશ વિરૃધ્ધ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટમા નાસ્તો ફરતો હોય જે
આરોપીની તપાસમાં સર્વેલન્સ સ્ટાફ
પ્રયત્નશીલ હતા તથા તપાસ દરમ્યાન
બાતમી મળી હતી કે આરોપી યશ દીનેશભાઈ
સોલાણી પ્રથમ દુબઈ અને ત્યાથી થાઈલેન્ડ નાસી ગયો છે. થાઈલેન્ડથી નેપાળ અને નેપાળથી કોઈપણ રાજ્યના બોર્ડરથી ભારતમાં
પ્રવેશ કરવાનો પ્લાન કરી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે વધુ હકીકત મેળવી હતી
કે નેપાળ રકસોલ બોર્ડરથી આરોપી ભારતમાં પરત આવવાનો છે, જેથી તે આરોપીને
પકડવા માટે જામનગર પોલીસની એક ટીમ તૈયાર
કરી રકસોલ બોર્ડર (બિહાર)
ખાતે આરોપીની તપાસમાં મોકલવામા આવી હતી.
તપાસમાં ગયેલ ટીમ
નેપાળથી ભારતમાં પ્રવેશ કરવાના ચેક પોસ્ટ પર વોચમાં હતી તે દરમ્યાન આરોપી નેપાળથી
ભારતમાં આવતા તુરત જ તેને પકડી નામ પુછતા
યશ દીનેશભાઈ સોલાણી (રહે.પટેલ કોલોની, ૧૧/૨ વ્રજમંગલ
એપાર્ટમેન્ટ રૃમ નં ૮૦૫ જામનગર)હોવાનુ જણાવતા તપાસમાં ગયેલ ટીમે તેને હસ્તગત કરી
મૌખીક પુછપરછ કરતાં પોતે ક્રેડીટ બુલ્સ કંપનીમાં એચ.આર. હેડ હોવાનું જણાવ્યું હતું, અને ગુનાની
કબુલાત આપતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવી હતી. તેની ધરપકડ કરી જી.પી.આઈ.ડી. સ્પેશીયલ કોર્ટમા રજુ કરતાં આરોપીનાં ચાર દિવસ ના પોલીસ રીમાંડ મંજૂર થયા છે. અગાઉ
આ કેસમા આરેપી પંકજભાઈ પ્રવીણભાઈ વડગામા (બ્રાંચ હેડ) અને ફરઝાના ઇમરાન શેખ પકડાઈ
ચુક્યા છે અને હાલ જેલમાં છે,
જ્યારે આ કેસમા વધુ એક આરોપી ઝડપાયો છે.