Get The App

95 વર્ષની વૃદ્ધાને દીકરા-વહુ તળાવ પાસે છોડી ગયા, ભત્રીજાએ દાદીનો હાથ પકડ્યો

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
95 વર્ષની વૃદ્ધાને દીકરા-વહુ તળાવ પાસે છોડી ગયા, ભત્રીજાએ દાદીનો હાથ પકડ્યો 1 - image


Vadodara Abhayam Team : સમાજમાં વૃદ્ધોની હાલત દિવસે દિવસે દયનીય બની રહી છે ત્યારે અભયમ સમક્ષ આવેલો એક કિસ્સો હૃદય હચમચાવી મૂકે તેવો છે.

વડોદરાના ગોત્રી નજીકના વિસ્તારમાં તળાવ પાસે 95 વર્ષની એક વૃદ્ધ કેટલાક દિવસથી પડી રહેતી હતી. લોકો ક્યારેક તેને મદદ પણ કરતા હતા. આ વૃદ્ધ મધ્યમ વર્ગીય ઘરની હોવાનું જણાતું હતું. કોઈ વ્યક્તિએ વૃદ્ધા બાબતે અભયમને જાણ કરતા ટીમ દ્વારા વૃદ્ધાની પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન વૃદ્ધાના બે દીકરા પૈકી એક દીકરાનું અવસાન થતાં બીજા દીકરા અને વહુ તેને તળાવ પાસે છોડી ગયા હોવાનું વિગતો જાણવા મળી હતી.

અભયમે પોલીસની મદદ લઈને તપાસ કરતા દીકરા વહુ મળી આવ્યા હતા પરંતુ તેમણે વૃદ્ધાને રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જેથી વૃદ્ધાના મૃત દિકરાના પરિવારજનોની તપાસ કરતા મૃતક દીકરાના પુત્ર એટલે કે વૃદ્ધાના પૌત્રે દાદીને રાખવા માટે તૈયારી બતાવી હતી. આમ હાલ પૂરતું વૃદ્ધાને આશરો અપાવવામાં સફળતા મળી હતી.


Google NewsGoogle News