Get The App

બોયફ્રેન્ડની હેરાનગતિમાં વડોદરાની યુવતીની મદદે અભયમ ટીમ આવી

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
બોયફ્રેન્ડની હેરાનગતિમાં વડોદરાની યુવતીની મદદે અભયમ ટીમ આવી 1 - image


Vadodara : વડોદરા શહેરમાં એક યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવેલ કે, તેનું પૂર્વ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયેલ છે. તો પણ કોલ, મેસેજ કરી હેરાન કરે છે. આજે હું બહાર નીકળી તો મારો પીછો કરી અને મારવા પાછળ પડ્યો હતો. જેથી બચાવ માટે 181 મહિલા હેલ્પ લાઇનમાં મદદ માટે ફોન કર્યો હતો. અભયમ રેસક્યુ ટીમ બાપોદ તાત્કાલીક સ્થળ પર પહોંચે તે પહેલા યુવક ફરાર થઈ ગયો હતો. યુવતીને જાનનું જોખમ લાગતું હોવાથી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ અપાવવામાં આવી છે.

યુવક, યુવતીઓ એકબીજાની વધુ જાણકારી વગર ફ્રેન્ડશીપથી જોડાયા હતા. ત્યારબાદ પરિચય વધતા આગળ સબંધ રાખવો હિતાવહ લાગતો નથી જેથી યુવતીએ બ્રેકઅપ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આવા કિસ્સાઓ દિવસને દિવસે વધતા જોવા મળે છે. આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફ્રેન્ડશિપ બાદ ઇન્ટર કાસ્ટના હોવાથી તેમજ યુવક વધુ પડતાં આગ્રહી હોવાથી વિચારોમાં મનમેળ ના થતાં યુવતીએ સંબંધ બંધ કર્યા હોય પરંતુ યુવક દ્વારા અવારનવાર સબંધ રાખવા દબાણ થતું હતુ. 

ગત રોજ યુવતી બહાર નીકળેલ તો જબરજસ્તી કરતા યુવતીએ ઇનકાર કર્યો હતો અને બચાવ માટે અભયમની મદદ મેળવી હતી. અભયમ દ્વારા યુવકની શોધખોળ ચાલું કરી છે પરંતુ તે મળી આવ્યો નથી. યુવતીને ડર હતો કે, બીજીવાર પણ હેરાન કરશે જેથી પોલીસમાં ફરિયાદ અપાવવામાં આવી છે.


Google NewsGoogle News