Get The App

22 લાખના હાઇબ્રીડ ગાંજાનો માસ્ટર માઈન્ડ અબ્દુલ પોતાના મકાનમાંથી જ પકડાયો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
22 લાખના હાઇબ્રીડ ગાંજાનો માસ્ટર માઈન્ડ અબ્દુલ પોતાના મકાનમાંથી જ પકડાયો 1 - image


તાંદલજા ના મકાનમાંથી 22 લાખનો હાઇબ્રીડ ગાંજો મળી આવવાના બનાવમાં પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે.    

તાંદલજા ની શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ પટેલ છેલ્લા કેટલાક સમયથી જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ગાંજાનો ધંધો કરતો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી આદિબ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો.       

પોલીસે મકાનમાંથી રુ 22 લાખની કિંમતનો 734 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને મોબાઈલ કબ્જે કરી આદિબની પૂછપરછ કરતા કરતા આ ગાંજો તેના પિતા સુરત તરફથી લાવતા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે અબ્દુલ ઈબ્રાહીમ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસ અબ્દુલ ની શોધમાં હતી ત્યારે અબ્દુલ તેના ઘરે આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News