Get The App

અબડાસાના કંકાવટી સિંચાઈની કેનાલ 24 કલાક ચાલુ રખાતા પાણીનો વેડફાટ

Updated: Dec 19th, 2024


Google News
Google News
અબડાસાના કંકાવટી સિંચાઈની કેનાલ 24 કલાક ચાલુ રખાતા પાણીનો વેડફાટ 1 - image


કેનાલને ટાઈમ ટેબલ અનુસાર ચાલુ બંધ કરાવવા માંગ, અન્યથા ઉચ્ચ સ્તરે રજુઆત કરાશે

ભુજ: દર વર્ષની જેમ આ વર્ષે શિયાળા પાક માટે  અબડાસાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કંકાવટી સિંચાઇની કેનાલ સમયસર ચાલુ થતાં ખેડૂતોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે પણ આ વર્ષે ૨૪ કલાક કેનાલ ચાલુ રાખવામાં આવતા પાણીનો વેડફાટ થતો હોવાની ફરિયાદો મળી રહી છે.

દર વર્ષે આ કેનાલ સવારના ચારથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતી હતી પણ આ વખતે કેનાલના સંચાલકો અને  સિંચાઇ વિભાગના કર્મચારીઓની બેદરકારીના કારણે કેનાલ ૨૪ કલાક ચાલુ રાખવામાં આવતા અહિં ઠંડીનો પ્રકોપ ચાલુ હોતા રાત્રે ખેડૂતો પાણી પોતાના ખેતરમાં ખોલીને ઘર સુઈ જવાથી એ પાણી ઠેરઠેર ટુટી જાય છે જે થી અન્ય ખેડૂતોની જમીનમાં જતા રસ્તાઓ સહિત પાણી પાણી થઈ જવાથી  અન્ય ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.નાનાવાડાના ખેડૂત અગ્રણી નુરમામદ હિંગોરાએ જણાવ્યું છે કે જો કેનાલને ટાઇમ ટેબલ પ્રમાણે બંધ ચાલુ કરવામાં નહીં આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા મજબુર થવું પડશે. પાણી બચાવો માટે સરકાર કેમપીંગ ચલાવી રહી છે અને અહીં બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાઇ રહ્યો છે જે બહુજ અતિ ગંભીર બેદરકારી કહેવાય માટે સિંચાઇ વિભાગ ના અધિકારી કર્મચારીઓને સખ્ત થવાની જરૂર તેમ નુરમામદ હિંગોરાએ જણાવ્યું હતું 

Tags :
AbdasaKankavati-irrigation-canalKept-open-24-hoursWasting-water

Google News
Google News