Get The App

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મામલે લાલબંગલા સર્કલમાં ધારણા કરાયા

Updated: Dec 23rd, 2021


Google News
Google News
જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મામલે લાલબંગલા સર્કલમાં ધારણા કરાયા 1 - image


- મંજૂરી વિના ધરણા યોજવા ના મામલે પોલીસ દ્વારા 12 કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ

 જામનગર તા.23

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કાંડ ના અનુસંધાને લાલબંગલા સર્કલમાં ધરણા યોજવામાં આવ્યા હતા. કોઈ પણ મંજૂરી વિના ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હોવાથી પોલીસ દ્વારા પાંચ મહિલા સહિતના 12થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. જેઓની અટકાયત સમયે ટીંગાટોળી ના દ્રશ્યો સર્જાયા હતા. જામનગર લાલબંગલા સર્કલમાં આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ દોગા ની આગેવાનીમાં કાર્યકરો દ્વારા પેપર લીક ના મામલે ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ હાથમાં બેનર પોસ્ટર રાખવામાં આવ્યા હતા.

જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મામલે લાલબંગલા સર્કલમાં ધારણા કરાયા 2 - image

 જે અંગેની કોઇ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા પાંચ મહિલા સહિતના બાર જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.આ સમયે ટીંગાટોળી ના દ્રશ્યો પણ સર્જાયા હતા. જે તમામને પોલીસ હેડ ક્વાર્ટરમાં રખાયા પછી પાછળથી મુક્ત કરી દેવાયા છે.

Tags :
jamnagarAAPProtestsLalbangla-CirclePaper-Leak-Case

Google News
Google News