'...તો આદિવાસીઓ ભેગા થઈને અલગ રાજ્ય માંગશે': ગુજરાતમાં AAPના ધારાસભ્યની ગર્ભિત ચીમકી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
Chaitar Vasava


Chaitar Vasava On Mission Field Program : આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી પછી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જોરશોરથી તૈયાર કરી રહી છે, ત્યારે AAP દ્વારા રાજપીપળામાં આમ આદમી પાર્ટી દ્વારા મિશન વિસ્તાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચૈતર વસાવા દ્વારા આદિવાસીનો વિકાસ કરવાની વાતને લઈને અલગ ભીલ પ્રદેશની માગ કરવામાં આવી હતી.

ભીલ પ્રદેશની માંગણીને લઈને ચૈતર વસાવાનો હુંકાર

રાજપીપળા ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના મિશન વિસ્તાર કાર્યક્રમમાં ઉપસ્થિતિ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની માગણીને લઈને ભાજપ સરકાર સામે પડકાર ફેંક્યો છે. ચૈતર વસાસાએ કહ્યું હતું કે, 'બહારની NGO મારફતે આદિવાસીની ગ્રાન્ટને ભાજપ દ્વારા સગેવગે કરી દેવામાં આવી છે. વિકાસની હરોળમાં આદિવાસીને બાકાત કરવામાં આવશે તો ભાજપ સરકાર શાનમાં સમજી જાય નહીંતર અમે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી વિસ્તારોના ભીલો એક થઇને અલગ ભીલ પ્રદેશની માંગણી કરીશું અને ભીલ પ્રદેશની રાજધાની તરીકે કેવડિયાને બનાવીને અમે જાતે જ અમારો વિકાસ કરીશું. અમારે કોઈની જરૂર નથી. આ ઉપરાંત, ભાજપ સરકાર આદિવાસીઓની સંસ્કૃતિ પર તરાપ મારી આદિવાસી વિસ્તારનો વિનાશ કરી રહી છે. હવે આપણે બિલકુલ આવું ચલાવી લેવાનું નથી. આમ મધ્યપ્રદેશ અલીરાજપુર ઝોન, રાજસ્થાનમાં ઉદેપુર ઝોન, મહારાષ્ટ્રમા નંદુરબાર ઝોન કરાયા અનેપંજાબીને જોડી પંજાબ રાજ્યની સાથે ઝારખંડ, તેલંગાણા, છત્તીસગઢ, જેવાં રાજ્યો જેવી રીતે બન્યાં છે એ પ્રકારે અમને એક અલગ ભીલ રાજ્ય આપો.'

અમારા ભીલ પ્રદેશના કુલ 43 જિલ્લાનું વિલીનીકરણ કર્યુ

તેમણે કહ્યું હતું કે, 'અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના અલગ-અલગ આદિવાસી વિસ્તારોમાં ફરીએ છીએ. જેમાં કેટલાક આદિવાસી વિસ્તારમાં બાળકોને ભણાવવાવાળા શિક્ષકો અને સારી શાળાઓ નથી. આદિવાસી વિસ્તારોમાં PESA એક્ટ લાગુ હોવાથી જમીનમાંથી નીકળતા કોલસો, લાકડું સહિતની વસ્તુઓ સરકારને સોંપવામાં આવે છતા અમારા વિસ્તારોમાં કોઈ પ્રકારે વિકાસ કરવામાં આવતો નથી. અધિકારીઓ, કોન્ટ્રેક્ટર, એજન્સી વગેરે બહારના હોવાથી આદિવાસીના બજેટમાં ગોટાળા કરવામાં આવે છે. અમારા ભીલ પ્રદેશના કુલ 43 જિલ્લાનું વિલીનીકરણ કરવામાં આવ્યું હોવાથી અમે અલગ ભીલ પ્રદેશની સરકાર પાસે માંગમી કરી રહ્યાં છીએ.' 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા-તાલુકા પંચાયતોને જીતવાનું પ્લાનિંગ કર્યુ

આમ આદમી પાર્ટી આગામી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જોરશોરથી કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે રાજપીપળા ટાઉનહોલ ખાતે આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયા, નિરંજન વસાવા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. જેમાં ચૈતર વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા પંચાયતોને જીતવાનું પ્લાનિંગ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે.

'...તો આદિવાસીઓ ભેગા થઈને અલગ રાજ્ય માંગશે': ગુજરાતમાં AAPના ધારાસભ્યની ગર્ભિત ચીમકી 2 - image


Google NewsGoogle News