Get The App

હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' અને પાટીલને 'બૂટલેગર' કહેતા AAP સામે ગુનો નોંધાયો

ગોપાલ ઇટાલિયાનો બેફામ વાણી વિલાસ

AAP-ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ : ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ

Updated: Sep 3rd, 2022


Google NewsGoogle News
હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' અને પાટીલને 'બૂટલેગર' કહેતા AAP સામે ગુનો નોંધાયો 1 - image


- ગોપાલ ઇટાલિયાનો બેફામ વાણી વિલાસ

- AAP-ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ : ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ

સુરત, : સુરતના કાપોદ્રા નાના વરાછા સીમાડા નાકા પાસે મંગળવારે મોડીરાત્રે ગણપતિ મંડપ પાસે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવ બાદ વિડીયો વાયરલ કરી ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વાણી વિલાસ કરનાર આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા નાના વરાછા સીમાડા નાકા પાસે મંગળવારે મોડીરાત્રે ગણપતિ મંડપ પાસે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી.જોકે, બનાવ બન્યાની ગણતરીની મિનિટોમાં આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે ભાજપને ગુંડાઓ-લુખ્ખાઓની પાર્ટી ગણાવી સી.આર.પાટીલને માજી બુટલેગર અને હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહ્યા હતા.ગોપાલ ઈટાલીયાએ વિડીયોમાં ઘણી ઉશ્કેરણીજનક વાતો કરી આપના કાર્યકરોને કાપોદ્રા પોલીસ સ્ટેશન એકત્ર થવા પણ હાકલ કરી હતી.

હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' અને પાટીલને 'બૂટલેગર' કહેતા AAP સામે ગુનો નોંધાયો 2 - image

આ અંગે ભાજપના કાર્યકર અને વેપારી પ્રતાપભાઈ વિરજીભાઈ ચોડવડીયાએ ગતરાત્રે ઉમરા પોલીસ મથકમાં ગોપાલ ઈટાલીયા ( રહે.સી/103, તુલસી રેસિડન્સી, સુદામા ચોક, મોટા વરાછા, સુરત ) વિરુદ્ધ અપમાનજનક અને ઉશ્કેરણીજનક શબ્દો બોલી રાજકીય પ્રતિષ્ઠીત લોકોની માનહાનિ અને જાહેર શાંતિ ભંગ કરવા પણ પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીઆઈ એ.એચ.રાજપૂત કરી રહ્યા છે.


Google NewsGoogle News