ગુજરાતમાં AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવી, કેજરીવાલની જાહેરાત
અમદાવાદ, તા. 4 નવેમ્બર 2022, શુક્રવાર
આમ આદમી પાર્ટી રંગેચંગે ચૂંટણી અભિયાનમાં આગળ વધી રહી છે. દિલ્હીનું લાગુ કરેલું મોડલ પંજાબમાં લાગુ કરીને સત્તા હાંસલ કર્યા બાદ ફ્રી રાશન, વીજળી, આરોગ્ય સુવિધા, મહિલા મુસાફરી સહિતની જાહેરાતો સાથે હવે ગુજરાતમાં પણ સત્તા હાંસલ કરવા કેજરીવાલ તલપાપડ થઈ રહ્યાં છે.
બીજેપીના 27 વર્ષના શાસનથી મુક્તિ અપાવવા અને ગુજરાતમાં પણ દિલ્હી-પંજાબ મોડલ લાગુ કરવાની નેમ સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મળે તો મુખ્યમંત્રી કોણ બનશે તેમના નામ અંગે જનતા પાસેથી મંતવ્ય મંગાવ્યા હતા. જનતાના મતના પરિણામો જાહેર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યાં છે.
બંને AAP મુખ્યમંત્રીઓએ ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે સૌથી વધુ મત ઈસુદાન ગઢવીને મળ્યા છે. આ મુખ્યમંત્રીના નામની રેસમાં સૌથી મોખરે ઈશુદાન ગઢવીનું નામ ચર્ચાઈ રહ્યુ હતુ.
આ સિવાય આપના યુવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું નામ પણ મુખ્યમંત્રીની દાવેદારીમાં તથા યુવા અને વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા બનેલા યુવરાજસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં હતા. આ ઉપરાંત પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા અલ્પેશ કથીરિયાનું નામ ચર્ચાઈ રહ્યું હતુ.
પ્રેસ કોન્ફરન્સ LIVE
પ્રેસ કોન્ફરન્સની શરુઆત પૂર્વે મોરબી હોનારતના મૃતકોને 2 મીનીટનું મૌન પાડીને શ્રધ્ધાંજલી આપવામાં આવી.
કેજરીવાલે કહ્યું કે ગુજરાત હવે પરિવર્તન તરફ જઈ રહ્યું છે
27 વર્ષના કુશાસનથી ગુજરાત હવે મુક્ત થવા જઈ રહ્યું છે
અમે ઓફિસમાં બેસીને જાહેરાતો નથી કરતા
વોટિંગમાં કુલ 16,48,500 મત મળ્યા છે
ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતા પસંદ કર્યા છે
73% લોકોએ ઈસુદાન ગઢવીના નામની પસંદગી કરી છે
ગુજરાતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યુ : કેજરીવાલ
मुझ पर विश्वास रख मेरे जैसे आम आदमी को इतनी बड़ी जिम्मेदारी सोपने के लिए में आम आदमी पार्टी, अरविन्द केजरीवाल जी और खास कर गुजरात की जनता को दिल से धन्यवाद कहना चाहता हु।
— Isudan Gadhvi (@isudan_gadhvi) November 4, 2022
में वचन देता हू की जनता का सेवक बन सदैव लोकहित के काम करूंगा।
આપના સુપ્રીમો અને દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે પ્રજાને પોતાનો CM પસંદ કરવાનો મોકો મળ્યો છે. અમે એક રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે રાજ્યનો મુખ્યમંત્રી કોણ હશે, અમે પંજાબમાં પણ જનતાને પૂછ્યું હતું ત્યારે હવે ગુજરાતમાં પણ નક્કી જ છે કે આપ પાર્ટીની સરકાર બની રહી છે ત્યારે અમે ફરીથી એ જ પ્રક્રિયા કરી રહ્યાં છે. ગુજરાતમાં આ વખતે તમામ સર્વે ફેલ જવાના છે અને આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. આટલા વર્ષો સુધી ભાજપ અને કોંગ્રેસ સિવાય પ્રજા પાસે કોઈ વિકલ્પ ન હતો, આ વખતે તેમની સામે AAP પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી છે. લોકો પરિવર્તન ઈચ્છે છે તેવું અમને સતત મીડિયામાં પણ જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં આશરે 5 કરોડ મતદાતા કરશે મતદાન
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કુલ 4 કરોડ 90 લાખ (4,90,89,765) મતદારો નોંધાયા છે. જેમાં 2.5 કરોડ (2,53,36,610) પુરુષ મતદારો અને 2.37 કરોડ (2,37,51,738) મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે. આ સિવાય સર્વિસ ઇલેક્ટર્સ, PWD અને પ્રથમ વખત વોટ કરનારાનો સમાવેશ થાય છે. પ્રથમ વખત વોટ કરનારાની સંખ્યા 4,61,494 છે.
ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો : 182
- સામાન્ય બેઠક - 142
- SC અનામત - 13
- ST અનામત - 27
- રાજ્યમાં મતદાન મથકો - 51782
- એક બુથ પર એવરેજ 934 મતદાર હશે
- દરેક વિધાનસભામાં એક મોડલ પોલિંગ સ્ટેશન હશે
- 50 ટકા કરતા વધુ મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે
- મહિલા મતદારો માટે 1374 મતદાન મથકો મહિલા સ્ટાફ સંચાલિત હશે
આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી માટેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત સમયે AAP એ જાહેર કરેલા તમામ 118 ઉમેદવારો પણ હાજર રહ્યાં છે.