Get The App

જામનગરમાં આધારની વેબસાઇટમાં ધાંધિયા : આધાર કાર્ડ અપડેટ કરાવવું બન્યું મુશ્કેલ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં આધારની વેબસાઇટમાં ધાંધિયા : આધાર કાર્ડ અપડેટ કરાવવું બન્યું મુશ્કેલ 1 - image


Aadhar Card Update : આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈની વેબસાઇટ પર જઈને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. આ એપોઇન્ટમેન્ટના આધારે જ નાગરિકો આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધારકાર્ડમાં ફેરફાર કરાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવામાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આધાર માટેની વેબસાઇટમાં સતત તકનીકી ખામીઓ સર્જાતાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે. વેબસાઇટ વારંવાર સમથીંગ વેન્ટ વ્રોંગનો મેસેજ દર્શાવે છે. આ સમસ્યાના કારણે નાગરિકોને આધાર કેન્દ્રો પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. સેવા સદનો અને નગરોના મધ્યસ્થ કેન્દ્રોમાં આખા દિવસ માટે માત્ર 50 વ્યક્તિઓને જ ટોકન અપાતા હોવાથી, લોકોને ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.

આ સમસ્યાના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાનું સપનું દેખાડતી સરકાર આવી મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે, આ સમસ્યાનું યથાશીઘ્ર નિરાકરણ લાવવામાં આવે અને ઓનલાઇન સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં આવે.


Google NewsGoogle News