Get The App

ડિંડોલીમાં 80 ફુટ ઊંડા કુવામાં છલાંગ મારનાર યુવાનને રેસ્ક્યુ કરાયો

Updated: Feb 11th, 2023


Google NewsGoogle News
ડિંડોલીમાં 80 ફુટ ઊંડા કુવામાં છલાંગ મારનાર યુવાનને રેસ્ક્યુ કરાયો 1 - image


- ફાયરબ્રિગેડનીટીમે પોણો કલાકમાં કાઢયો : જાતે કૂદયો પણ બહાર કઢાયા બાદ ડરી ગયેલો હતો

સુરત :

ડીંડોલીમાં કરાડવા ખાતે શુક્રવારે રાત્રે એક યુવાને 80 ફુટ જેટલા ઊંડા કુવામાં ભુસકો માર્યો હતો. જોકે ફાયરજવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવના સાધનો વડે ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કરીને યુવાનને સહી સલામત બાહર કાઢવામાં આવ્યો હતો.

ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલી ખાતે હળપતિવાસમાં રહેતો ૨૨ વર્ષીય રાહુલ હેમંત રાઠોડ શુક્રવારે રાત્રે ડિંડોલી ગામ કરાડવા ખાતે એક ઊંડા કુવામાં રહસ્યમય સંજોગમાં પડી ગયો હતો. તે સમયે ત્યાં હાજર કેટલાક લોકોએ તેને કુદતો જોતા ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયરની એક ટીમ ઘટન સ્થળે પહોંચી હતી. જોકે કૂવો આશરે 80 ફૂટ જેટલો ઊંડો અને અને તેમાં પાણી પણ હતું. જેથી ફાયરજવાનો રિંગ બોયા,દોરડા અને સીડીની મદદથી કુવામાં ઉર્તયા હતા.

બાદમાં ફાયરે યુવાનની કમરના ભાગેથી દોરડા વડે બાંધીને પોણાથી એક કલાકની જહેમત બાદ તેને સહી સલામત બાહર કાઢવામાં આવ્યો હતો. ત્યારે યુવાન બહુ જ ગભરાઇ ગયેલો હતો. જેથી તેના સિવાય બીજી કાંઈ બોલતો ન હતો.યુવક જાતે જ કુવામાં કૂદી ગયો હોવાનું ફાયરે જણાવ્યું હતું. જયારે પોલીસજવાનો પણ સ્થળ ઉપર આવેલી હતી. પોલીસે જણાવ્યું હતું કે યુવક માનસિક તાણમાં હતો. જોકે પુછપરછ કર્યા બાદ હકીકત જાણવા મળશે. 


Google NewsGoogle News