જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત
Jamnagar Suicide Case : જામનગરમાં કિશાનચોક વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેના કારણે જિંદગીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
જામનગરના કિસાન ચોક મોદીનો વાડો વિસ્તારમાં રહેતા અને છેલ્લા બે વર્ષથી પોતાની પત્ની સાથે સાવરકુંડલા રહેવા માટે ચાલી ગયેલા અને બે દિવસથી જામનગર પરત આવેલા સુનિલ ભરતભાઈ વરાસડીયા નામના 28 વર્ષના ગોદડિયા યુવાને પોતાના ઘેર પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના સંબંધી શનિભાઈ મુકેશભાઈએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આર્થિક સંકળામણ ભોગવતા હતા, તેના કારણે જિંદગીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું જણાવાયું છે.