15 વર્ષની સગીરાનું અપહરણ: તિથોરના યુવાને દુષ્કર્મ આચર્યું

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
15 વર્ષની સગીરાનું અપહરણ: તિથોરના યુવાને દુષ્કર્મ આચર્યું 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 18 ફેબ્રુઆરી 2024, રવિવાર

પાદરા તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષની સગીરાને ધમકાવી તીથોર ગામમાં રહેતા દિલીપ અંબુભાઈ પરમારે અપહરણ કર્યું હતું અને બાદમાં સગીરાને ભરૂચ નર્મદા ચોકડી પાસે લઈ જઈ એક રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. માંડ માંડ નરાધમના હાથેથી છૂટેલી સગીરા પોતાના ઘેર પહોંચી હતી અને બાદમાં વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News