23 વર્ષના પાટીદાર યુવકનું કેનેડામાં નિધન: મૃતદેહ વતન મોકલવા મિત્રોએ ચલાવ્યું હતું અભિયાન

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
canada


Canada News : કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા સુરતના એક યુવકનું 1 જુલાઈના રોજ નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ પછી યુવકના મૃતદેહને ભારતમાં લાવવા માટે તેના વિદ્યાર્થી મિત્રોએ એકજૂથ થઈને આર્થિક સપોર્ટ કર્યો હતો. જેમાં યુવકના મૃતદેહને ભારત પર મોકલવા માટે વિદ્યાર્થીઓએ કેનેડામાં ક્રાઉડ ફન્ડિંગ અને રેલી કાઢીને ફાળો એકત્રિત કર્યો હતો. આમ તમામ વિદ્યાર્થીઓએ ભેગા મળી યુવકના મૃતદેહને હવાઈમાર્ગે અમદાવાદ મોકલવાની કામગીરી કરી હતી.

સુરતના યુવકનું કેનેડાની નદીમાં ડૂબવાથી મોત

મળતી માહિતી પ્રમાણે, સુરતના મકના ગામનો રહેવાસી જશ પટેલ કેનેડાના પીટરબરોમાં ફ્લેમિંગ કોલેજેમાં અભ્યાસ કરવાની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. 1 જુલાઈ કેનેડા ડેના દિવસે જશ તેના મિત્રો સાથે ઓટોનાબી નદી પાસે ચાલી રહેલી ડે સેલીબ્રેશનની પાર્ટીમાં ગયો હતો. આ દરમિયાન નદીમાં કરંટ લાગવાની ઘટના બનતાં જશ નદીના પાણી ડૂબ્યો હતો. ઘટનમાં તેના મિત્રો અન્ય જગ્યાએ દોડી ગયાં હતા. બીજી તરફ, નદીમાં પડી જવાથી જશે મદદ માટે બૂમો પાડતાં બે મિત્રોએ પોલીસને ફોન કરીને તેને બચાવવાની કોશિશ કરી હતી. જેમાં ઘટનાના બીજા દિવસે નદીમાં સર્ચ કરીને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 

કેનેડામાં ગુજરાતી સમુદાય અને વિદ્યાર્થીઓ એકજૂથ થયાં

કેનેડામાં નદીમાં પડી જવાથી સુરતના યુવકનું મોત થતાં કેનેડાનું ગુજરાતી સમુદાય એકજૂથ થઈને યુવકના મૃતદેહને ભારત મોકલવા માટે નાણાકીય ભંડોળ એકત્રિત કર્યુ હતું. જેમાં કેને઼ડાના ગુજરાતી સમુદાય અને યુવકના વિદ્યાર્થી સાથી મિત્રોએ ભેગા મળીને યુવકના મૃતદેહને ભારત મોકલવા માટે મદદ કરી હતી. 

ક્રાઉડ ફન્ડિંગ કરીને મિત્રોઓએ ભંડોળ ભેગુ કર્યુ

આ ઘટના પછી યુવકના મૃતદેહને ભારતમાં મોકલવા માટે તેના મિત્રો દ્વારા GoFundMe પરથી ક્રાઉડ ફંડ મેળવવાની કામગીરી કરી હતી. જેમાં ગુજરાતી સમુદાય અને સ્થાનિક કેનેડિયન તરફથી સારો એવો સપોર્ટ કરાતાં 10 દિવસમાં 48 હજાર CAD ભેગા થયાં હતા. આ બાદ યુવકના મૃતદેહને હવાઈમાર્ગ દ્વારા સુરત ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવી છે.


Google NewsGoogle News