Get The App

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી: વધુ એક ગુજરાતી યુવકનું મોત, નિકારાગુઆથી US જવાનો હતો

Updated: Mar 10th, 2025


Google News
Google News
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી: વધુ એક ગુજરાતી યુવકનું મોત, નિકારાગુઆથી US જવાનો હતો 1 - image


Sabarkantha News : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજનો એક યુવક પોતાની પત્ની અને એક બાળક સાથે ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પહેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ તેની પત્ની અને બાળક નિકારાગુઆમાં અટવાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવકે પોતાની જમીન વેચી અને એક કરોડથી વધુની રકમ એજન્ટને આપી હોવાનું સામે આવ્યું છે. 

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા મામલે વધુ એક ગુજરાતીનું મોત

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી મામલે વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાના પ્રાંતીજ તાલુકાના મોયદ ગામના રહેવાસી દીલિપ પટેલ નામના યુવકે પોતાની પત્ની અને બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે એજન્ટોનો સહારો લીધી હતો. મળતી માહિતી મુજબ, એકથી દોઢ મહિના પહેલા યુવકને નિકારાગુઆથી અમેરિકા પહોંચડવા માટે એજન્ટ દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી. આ પછી યુવક તેની પત્ની અને બાળક સાથે રવાના થયો હતો. જો કે, નિકારાગુઆ ખાતે યુવકની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: ક્રિકેટમાં ભારતની જીતની ઉજવણી સમયે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ: વીડિયો વાયરલ

નિકારાગુઆમાં યુવકની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ડાયાબિટીસની દવા ન મળતા યુવક કોમામાં જતો રહ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે હવે યુવકનું મોત નીપજતાં મૃતક યુવકના પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક યુવકનો પરિવાર સરકાર પાસે મદદની માગ કરી રહ્યું છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ન થાય તે માટે એજન્ટો દ્વારા મૃતકની માતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. 

Tags :
USGujaratSabarkantha

Google News
Google News