રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ બાઇક અથડાતા નગડીયાના તરૃણનું મોત
કલ્યાણપુરના ધતુરીયા ગામના પાટિયા પાસે
ગઢકા ગામે બીમારીને લીધે ગુમસુમ રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
ખંભાળિયા : કલ્યાણપુરના ધતુરીયા ગામના પાટિયા પાસે બંધ ટ્રકની પાછળ
બાઇક ટકરાતા તરૃણ ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગઢકા ગામે બીમારીને લીધે
ગુમસુમ રહેતા યુવાને આપઘાત કર્યો હતો.
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતો વિશાલ
કારૃભાઈ ધારાણી નામનો ૧૬ વર્ષનો તરુણ તેના બાઇક પર જઈ રહ્યો હતો. ત્યારે
કલ્યાણપુરથી આશરે ૨૮ કિલોમીટર દૂર ધતુરીયા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર
પાર્ક કરીને રાખવામાં આવેલા ટ્રકની પાછળના ભાગે વિશાલનું બાઇક અથડાતા તેને ગંભીર
ઇજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
છોટા ઉદેપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના
ગઢકા ગામે રહેતા મહેશભાઈ ગુલસિંગભાઈ રાઠવા નામના ૨૫ વર્ષના યુવાન છેલ્લા કેટલાક
સમયથી બીમારીના કારણે ગુમસુમ રહેતા હોય તેણે એક આસામીની વાડીએ આવેલી ઓરડીમાં
પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.