માંજલપુરમાં પાણીની ટાંકી પર મધરાતે ચડી ગયેલા યુવકનો તમાશો,લાલુ અને નીતિશના નામે લવારી કરી
ccymbolic |
અવધૂત ફાટક પાસે રેલવે કોલોની નજીક આવેલી પાણીની ટાંકી પર રાતે બે વાગે ચડી ગયેલા યુવકે બેફામ ઉચ્ચારણો કરવા માંડતા લોકો બહાર નીકળી આવ્યા હતા.લાલુ યાદવ અને નીતિશ કુમારના નામે આ યુવક બકવાસ કરતો હતો.
પોલીસે તેને સમજાવતાં તેણે કહ્યું હતું કે,હું કુંભમાં જવા નીકળ્યો હતો.અહીં કેવી રીતે આવી ગયો.પોલીસે ફાયર બ્રિગેડને પણ બોલાવી લીધી હતી.જો કે પોલીસે સમજાવટ બાદ તેને નીચે ઉતારી લેવામાં સફળતા મેળવી હતી.