મોરબીમાં તરૃણીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી દ્વારા દુષ્કર્મ
રીઢા ગુનેગારને ઝડપી લઇને પોલીસ દ્વારા કાર્યવાહી
અગાઉ પોક્સો, ચોરી, લૂંટનાં ગુનામાં સંડોવાયેલા શખ્સના ત્રાસથી કંટાળીને પીડિત પરિવારે ઘર છોડયું, છતાં પીછો ન મુક્યો
મોરબી શહેરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી આરોપી સાહિલ
ઇલ્યાસ કટિયા નામના ઇસમે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. અગાઉ મોરબી શહેરમાં
રહેતો ભોગ બનનાર સગીરાનો પરિવાર બાદમાં સામાકાંઠા વિસ્તારમાં રહેવા જતો રહ્યો હતો
છતાં આરોપી સાહિલે સગીરાને સંબંધ રાખવા દબાણ કરી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની
ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું.
જેથી સગીરાની માતાએ આખરે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસે આરોપી સાહિલ ઇલ્યાસ કટિયા નામના ઈસમને ઝડપી
લઈને વધુ તપાસ ચલાવી છે. આ ઇસમ રીઢો
ગુનેગાર છે, જેના
વિરુદ્ધ અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં પોક્સો તેમજ ચોરીના બે અને એક લૂંટના ગુના
નોંધાઈ ચુક્યા છે.