જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોતાના સંબંધીની સારવાર અર્થે આવેલા એક યુવાનનું બાઈક ચોરાયું
Jamnagar Theft Case : જામનગરમાં નવાગામ ઘેડ મધુવન સોસાયટીમાં રહેતો પ્રગ્નેશ મનહરભાઈ ગોસાઈ નામના 20 વર્ષનો યુવાન પોતાના સંબંધીની સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવ્યો હતો, અને પોતાનું બાઈક સર્જીકલ વોર્ડની બહારના ભાગના પાર્કિંગના એરિયામાં પાર્ક કર્યું હતું.
જે સ્થળેથી માત્ર અડધો કલાક ના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો આશરે રૂપિયા 20,000 ની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયા હોવાથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરને શોધવાની કવાયત શરૂ કરી છે.