Get The App

જામનગરમાં કે.વી. રોડ પર મોટર રીપેરીંગનું કામ કરતા એક યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે દુકાનદાર પિતા-પુત્રનો હુમલો

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કે.વી. રોડ પર મોટર રીપેરીંગનું કામ કરતા એક યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે દુકાનદાર પિતા-પુત્રનો હુમલો 1 - image


જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતા અને મોટર રીપેરીંગ નું કામ કરતા એક કારીગર યુવાન પર ત્રણ દરવાજા પાસે આવેલી એક દુકાનમાં પૈસા ની લેતી લેતી ના મામલે દુકાનદાર પિતા પુત્ર એ હુમલો કરી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા યાર્ડ વિસ્તારમાં રહેતા અને મોટર રીપેરીંગ નું કામ કરતા વિજય નરેન્દ્ર ભાઈ છત્રાલિયા નામના 33 વર્ષના યુવાને પોતાના ઉપર પ્લાસ્ટિકની પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જામનગરના વેપારી દિવ્યરાજભાઈ અલ્પેશભાઈ ધકાણ અને તેના પિતા અલ્પેશભાઈ મહાજન સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન અવારનવાર આરોપીઓ ની દુકાનેથી માલ સામાનની ખરીદી કરે છે, જે માલ સામાન ના પૈસા ચૂકવવાના બાકી હોવાથી ગઈકાલે કારીગર યુવાનને દુકાને બોલાવ્યો હતો, જ્યાં પૈસાની લેતી દેતી ના મામલે તકરાર કર્યા પછી પિતા પુત્ર એ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News