મેલડી માતાના દર્શને જતા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતા કરુણ મોત
Image: Freepik
સાવલી તાલુકાના મેવલી ગામમાં રહેતા ગજરાબેન અંદરસિંહ પરમાર ગઈકાલે બપોરે તેમના પુત્ર દેવેન્દ્રસિંહ ઉંમર વર્ષ 31 સાથે બેઠા હતા. તે વખતે દેવેન્દ્રસિંહનો મિત્ર જશવંતસિંહ પરમાર બાઈક લઈને આવ્યો હતો અને દેવેન્દ્રસિંહને જણાવેલ કે ભમરઘોડા ખાતે મેલડી માતાના દર્શન કરીને આવીએ છીએ તેમ કહી બંને મિત્રો દર્શન માટે નીકળ્યા હતા તેઓ સાવલી મેવલી રોડ ઉપરથી પસાર થતી વખતે વસંતપુરા ગામ પાસે પૂરપાટઝડપે જતા એક ડમ્પરે પાછળથી બાઈકને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા જેમાં દેવેન્દ્રસિંહના શરીર પરથી ડમ્પરનું વ્હીલ ફરી વળતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્ર જશવંતને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો છે.