પ્રેમ લગ્ન કરનાર યુવકને સમાધાન માટે યુવતીના સગાઓએ બોલાવી માર માર્યો
ન્યુ સમારોડ અભિલાષા ચાર રસ્તા પાસે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રહેતો કુણાલ રવિન્દ્ર સિંહ લાલ ગોત્રી નીલાંબર ગ્રુપની બેલી સીમો ફોર સાઈટ પર સેફટી ડિપાર્ટમેન્ટ પણ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે માંજલપુર આકાશવાણી પાછળ શ્રદ્ધા સોસાયટીમાં રહેતી માનશે નિલેશભાઈ રાણા સાથે છેલ્લા આઠ વર્ષથી પ્રેમ સંબંધ છે અને અમે લગ્ન રજીસ્ટ્રેશન કરી લીધું છે. આ લગ્નની જાણ તેના ભાઈ તથા માતાને છે અને આ લગ્નથી તેઓને મન દુઃખ છે ગઈકાલે બપોરે 1:00 વાગે હું સાઈટ પર હાજર હતો ત્યારે મેં મારી પત્ની માનસી રાણાને મોબાઈલ કર્યો હતો મોબાઈલ ફોન સ્પીકર પર હોય એને સ્પીકર પર માનસીના મામા હેમેશ પૂનમચંદ્ર રાણા એ મારી સાથે વાત કરી કરેલ કે તું માનસીના ઘરે આવી જા જેથી હું તથા મારો મિત્ર હિરેન દિનેશભાઈ રાણા સોસાયટીમાં બુલેટ લઈને ગયા હતા મકાનનો દરવાજો ખખડાવતા માનસીના મામા એ દરવાજો ખોલ્યો હતો અને મને સમાધાન માટે ઘરની અંદર બોલાવ્યો હતો.
હું ઘરમાં અંદર ગયો હતો જ્યારે મારો મિત્ર ઘરની બહાર ઊભો હતો માનસેના મામા તથા માનસીના ભાઈ મીત અને નાના પૂનમચંદે મને કહ્યું કે તું માનસીને છોડી દે અમારે તેના સમાજમાં લગ્ન કરવાના છે વાતો વાતોમાં ત્રણેય ઉસ્કેરાઈ જઈ મને લાકડી વડે માર માર્યો હતો તેમ જ ગડદાપાટૂનો માર મારતા મને માથામાં, નાક તથા ગળા પર ઈજા થઈ હતી અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેઓ મને મારતા કહેતા હતા કે તું હવે માનસી સાથે સંબંધ રાખીશ કે અમારા ઘરે આવિશ તો જાનથી મારી નાખીશ ને બૂમાબૂમ કરતા મારા મિત્ર હિરેન રાણાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો.