જામનગરમાં શરૂ સેક્શન રોડ પર એક યુવાનને બાઈક પર સ્ટંટ કરવો ભારે પડ્યો : ગંભીર સ્વરૂપે ઘાયલ
Jamnagar Bike Stunt : જામનગરમાં સરૂ સેકસન રોડ પર ચાર યુવાનો બાઈકનો સ્ટંટ કરી રહ્યા હતા, જે પૈકીના એક યુવાનને બાઈક પર સ્ટંટ કરવો ભારે પડ્યો હતો, અને ગંભીર સ્વરૂપે ઘાયલ બન્યો છે. તેની જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગઈકાલે રાત્રિના સમયે શરૂ સેક્શન રોડ પર ચારેક જેટલા બાઈક સવાર યુવાનો સ્ટંટ કરી રહ્યા હતા, અને ફૂલ સ્પીડમાં બાઈક ચલાવીને જઈ રહ્યા હતા.
જે દરમિયાન એક યુવાનનું બાઈક પોલીસ હેડ ક્વાર્ટરમાંથી બહાર નીકળી રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ પડ્યો હતો, અને માથામાં હેમરેજ સહિતની ઈજા થઈ હોવાથી ગંભીર સ્વરૂપે ઘાયલ બન્યો હતો, અને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, અને તેની સધન સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.