અગ્નિવીરની પરીક્ષામાં દોડતા સમયે પડી જતા યુવકને ઇજા
પોલીસ ભરતીની દોડમાં યુવતી પડી જતા સયાજીમાં સારવાર માટે લઇ જવાઇ
વડોદરા,અગ્નિવીરની અને પોલીસ ભરતીમાં દોડતા સમયે પડી જતા એક યુવક અને યુવતી ઘાયલ થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભરૃચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઠાકરીપુરા ગામે રહેતી ૨૮ વર્ષના પ્રેમિલાબેન રમેશભાઇ વસાવા ગઇકાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે પોલીસ ભરતીમાં દોડતા સમયે પડી ગઇ હતી. તેને ડાબા પગે ઘુંટણની નીચે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
જ્યારે અન્ય એક બનાવમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વણોદી ગામે રહેતો ૧૯ વર્ષનો મેહુલ વિક્રમભાઇ પરમાર છેલ્લા એક વર્ષથી અગ્નિવીરની પરીક્ષાની તૈયારી કરતો હતો. એમ.એસ.યુનિવર્સિટી પેવેલિયન ખાતે ગ્રાઉન્ડમાં ૧,૬૦૦ મીટરની દોડમાં દોડતા સમયે તે જમીન પર પડતા જમણા પગમાં દુખાવો થતા સારવાર માટે તેના કાકા સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.