દામનગરની મુખ્ય બજારમાં યુવકને સરાજાહેર પાઇપ-સાવરણીથી લમધાર્યો
પ્રેમલગ્ન બાદ છૂટાછેડા બાબતે મનદુઃખ થતાં મારકૂટ
લાઠી પંથકના યુવાનને યુવતીનાં ભાઇઓએ દામનગર લાવીને કરેલા હુમલામાં મહિલાઓએ પણ ગુસ્સો ઉતાર્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે,લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે રહેતા સુરેશવિનુભાઈ
બગદરીયા (ઉ.વ.૨૨)એ નવેક મહિના પહેલા દામનગરના પ્રવીણ મકવાણાની દીકરી શ્રદ્ધાબેન
સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા અને દોઢેક મહિના પહેલા છૂટાછેડા લીધા હતા.આ બાબતે
મનદુઃખ રાખીને યુવતીના ભાઈએ યુવકના ગામે દામનગર પોલીસ સ્ટેશન જવાનું છે, જેથી તમે અમારી
સાથે ચાલો તેમ કહી લઇ ગયા હતા. જ્યાં દામનગરના મેઈન બજારમાં ઉશ્કેરાયેલ મહિલાઓ
સહિતના ચાર શખ્સોએ યુવકને પાઇપ,સાવરણી
સહિતના સાધનો વડે માર માર્યોે હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવને લઈને જતિનભાઇ પ્રવિણ મકવાણા,મયુર પ્રવિણભાઇ
મકવાણા,સેજલબેન
જતીનભાઇ મકવાણા,માયાબેન
મયુરભાઇ મકવાણા ચારેય (રહે.દામનગર,
સીતારામનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાતા
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.