વડોદરાના માંજલપુરમાં યુવતીની આબરૂ લુંટવાનો યુવક દ્વારા પ્રયાસ : પોલીસ દ્વારા આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન
Vadodara : વડોદરા માંજલપુર વિસ્તારમાં કપડા ધોઇ રહેલી યુવતીને એક શખ્સ દ્વારા પાછળથી પકડી લીધા બાદ બળજબરીપૂર્વક આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતા શખ્સ ફરાર થઇ ગયો હતો. જેથી યુવતીના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.
વડોદરા શહેરમાં સગીર યુવતીઓ તથા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે વધુ છેડતીનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમા એવી વિગત છે કે મૂળ દાહોદ જિલ્લાના અને હાલમાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પરિવાર રહે છે અને છુટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. દરમિયાન યુવતી પોતાના ઘર પાસે કપડા ધોઇ રહી હતી. તે દરમિયાન વાડી વિસ્તારમાં રહેતો રાજા ડામોર નામનો શખ્સો યુવતી કપડા ધોઇ રહી હતી. ત્યાંથી પસાર થતો હતો. ત્યારે તેણે કપડા ધોઇ રહેલી રહેલી યુવતીની એકલતાનો લાભ લઇને પાછળથી આવી પકડી લીધી હતી અને તેની બળજબરીપૂર્વક આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતા રાજા ડામોર સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેથી પિતાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી રાજા ડામોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.