ભરૂચમાં ફિલ્મના શૉમાં યુવકે સિનેમાની સ્ક્રિનના પડદા ફાડ્યા, પોલીસે કરી અટકાયત
Bharuch News : ભરૂચમાં આવેલી આર. કે. સિનેમા ખાતે ચાલી રહેલી છાવા ફિલ્મ દરમિયાન અચાનક એક યુવકે સિનેમાની સ્ક્રિનનો પડદો ફાડી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલાની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવીને યુવકની અટકાયત કરી હતી. યુવકના આ કારસ્તાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
યુવકે ચાલી ફિલ્મમાં અચાનક સ્ક્રિનના પડદા ફાડ્યા
ભરૂચમાં આવેલી આર. કે. મલ્ટીપ્લેક્સ સિનેમામાં છાવા ફિલ્મ જોવા પહોંચેલા યુવકે અચાનક ચાલી રહેલી ફિલ્મ દરમિયાન સ્ક્રિન પાસે પહોંચીને પડદો ફાડી નાખ્યો હતો. આ દરમિયાન લોકો બુમાબુમ કરવા લાગ્યા હતા. આર. કે. સિનેમામાં યુવકની હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટના મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જયેશ વસાવા નામ યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
આ પણ વાંચો: 'છાવા' એ 72 કલાકમાં વિક્કી કૌશલની 10 ફિલ્મોના તમામ રેકૉર્ડ તોડ્યા, જુઓ કેટલી કમાણી થઈ
3 દિવસમાં 'છાવા' ફિલ્મની 100 કરોડથી વધુ કમાણી
વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ 'છાવા'ને રિલીઝ થયાને 3 દિવસ થઇ ચૂક્યા છે. પરંતુ આટલા ઓછા સમયગાળામાં ફિલ્મે અનેક રેકોર્ડને તોડી નાખ્યા છે. હકીકતમાં ફિલ્મે ત્રણ દિવસમાં 100 કરોડના આંકડાને પાર કરી દીધો છે. આ સાથે જ છાવા એ વિકી કૌશલની પહેલાંની કુલ 11 ફિલ્મોમાંથી 10 ફિલ્મોનો બોક્સ ઓફિસ રેકોર્ડ માત્ર 3 દિવસમાં જ તોડી નાખ્યો છે.